સુરતમાં કાકરાપાર નહેરનું સ્ટ્રકચર 65 વર્ષ જૂનુ હોવાથી હવે કેનાલની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરીને કારણે કાકરાપાલ નહેર 90 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આ બાબતે સરકારને 50 પિયત મંડળી અને 94 ગામડાઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. 90 દિવસ પાણી બંધ રહેતા ડાંગરના પાકને અસર થશે નહીં. ગામગીરીને કારણે ડાંગરનો 10 ટકા પાક ઓછો થશે.
ડાંગરના પાકમાં 10 ટકા જેટલો ઘટાડો થશે
કાકરાપાર કેનાલની કામગીરી અંતર્ગત 250 કરોડના ખર્ચે નવી નહેર, સ્ટ્રક્ચર, કેનાલ સાયફન, એક્વાડેક નવું બનાવવામાં આવશે. આ કેનાલના પાણીથી 15 માર્ચ સુધી ડાંગરનો પાક લેવાય છે. પરંતુ હવે કામગીરીને કારણે ડાંગરના પાકમાં 10 ટકા જેટલો ઘટાડો થશે તેવું આગેવાનોનું કહેવું છે. આ ઉપરાંત 20 સપ્ટેમ્બરથી શેરડીનું વાવેતર પણ કરી શકાશે. ગામડાઓમાં હાલમાં વરસાદના કારણે જે નદી નાળા ભરાયા છે તેનાથી પાક લઈ શકાશે. હાલ જે એકવાડેક અને સાયફન જર્જરિત છે તે તૂટી પડે તો લોકોને ખૂબ નુકસાની થશે.સાયફન તેમજ કેનાલ રીપેરીંગ માટે હજુ નોટિફિકેશન જાહેર કરાયુ નથી













