સુરતના કોસંબામાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે, શ્વાનના હુમલામાં 5 વર્ષના બાળકને ગંભીર ઇજા પહોંચાડી છે, બહેન સાથે ટ્યુશનથી ઘરે જતો હતો બાળક તે વખતે શ્વાને હુમલો કરતા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ઘર બહાર જ રખડતા શ્વાને કર્યો હુમલો
માથાના ભાગે બચકુ ભરતા બાળકને 4 ટાંકા આવ્યા
ગુજરાતમાં ફરી એક વાર રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો છે, ઘણા કિસ્સા એવા બન્યા છે જેમાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કરતા બાળકનું મોત પણ નિપજયું છે, માંગરોળ તાલુકાના જૂના કોસંબા ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, મહમદ અલી નામનો 5 વર્ષીય બાળક પોતાની બહેન સાથે ટ્યુશનથી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન શ્વાને તેના મોઢા નજીક જઈ હુમલો કર્યો જેથી બાળકને કાનની ઉપરના ભાગે ટાંકા આવ્યા છે.













