સુરતમાં સંકલન સમિતિની બેઠકમાં MLAની રજૂઆત સામે આવે છે, કેમિકલયુક્ત પાણીને લઇ MLA મનુ પટેલએ રજૂઆત કરી છે અને બળાવો ઠાલવ્યો છે, તપેલા ડાઇંગ મિલના કેમિકલયુક્ત પાણીને લઈને રજૂઆત કરી હતી અને કહ્યું કે, સુરત મ્યુન્સિપલ કોર્પોરેશન અને જીપીસીબીના અધિકારીઓ જવાબદારીથી ભાગે છે જેના કારણે કેમિકલ યુકત પાણી છોડાઈ રહ્યું છે.
SMCએ કાર્યવાહી કરી પરંતુ લાયસન્સ GPCB આપે છે
વધુમાં ધારાસભ્યનું કહેવું છે કે, સુરત કોર્પોરેશન તો કાર્યવાહી કરે છે પરંતુ તેનું લાયસન્સતો જીપીસીબી આપે છે, અને અત્યાર સુધી 100થી વધુ ડાઈંગ મિલ સીલ કરવામાં આવી છે, તપેલા ડાઇંગ મિલને નિયમ મુજબ NOC અપાય છે, આવા ઝેરી કેમિકલ યુક્ત પાણીથી લોકોના સ્વાસ્થ્ય અને ચામડીને નુકશાન પહોંચાડે છે, ધારાસભ્યએ કહ્યું કે, હું કોઈ પણ તપેલા ડાઈંગ મિલના વિરોધમાં નથી પરંતુ તેઓને એક નિયમ મુજબ NOC આપવામાં આવે છે. તો ફરી પાછી તપેલા ડાઈંગ મિલ ખુલી જશે અને આજ રીતની પરિસ્થિતિ સર્જાશે.
સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભપારધીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી
સુરત જિલ્લા સંકલનની બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને પોતાની નૈતિક જવાબદારી સમજી પ્રજાના પ્રતિનિધિઓના પ્રજાનો પ્રશ્નો રજૂ કરે તે પહેલા જ તેનું નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા આદેશ આપ્યો હતો. ઉપરાંત જનપ્રતિનિધિઓની રજૂઆતનો સત્વરે ઉકેલ આવે તે પણ એટલું જ જરૂરી છે. બીજી તરફ ખાડીની આસપાસ બાંધકામની પરવાનગી આપતા પહેલા સિંચાઈ વિભાગ સાથે સંકલન કરવા નગર નિયોજન વિભાગને તાકીદ કરી હતી. જ્યારે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈએ ડિંડોલી મધુરમ સર્કલથી કરાડવા જતી નહેર પર ઠાલવવામાં આવેલા ઔદ્યોગિક કચરાનો તાત્કાલિક અસરથી નિકાલ કરવા અવાજ ઉઠાવ્યો હતો.