સુરતના ઓલપાડમાં વિકાસની નરી વાસ્તવિકતા સામે આવી છે. વૃદ્ધાને જોળીમાં ઉઠાવી 108 સુધી લઇ જવા લોકો મજબૂર બન્યા છે. સાયણ વિસ્તારમાં ખરાબ રોડથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વૃદ્ધા બિમાર પડતા 108ને જાણ કરવામાં આવી હતી પરંતુ ખરાબ રોડના કારણે 108 ઘર સુધી ન પહોંચી શકી જે અંગનો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


વૃદ્ધા બીમાર પડતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી

વિકાસની નરી વાસ્તવિક રજૂ કરતા દ્રશ્ય સામે આવ્યા છે મુખ્યત્વે ગામડાના અંતરિયાળ વિસ્તારમાં જોવા મળતા દ્રશ્ય વિકસિત ગામમાં જોવા મળ્યા છે. ઓલપાડના સાયણ વિસ્તારમાં દર્દીને ઝોળીમાં ઉઠાવી 108 સુધી જઇ જવામાં આવ્યા હતા. ખરાબ રોડના કારણે 108 ઘર સુધી પહોંચી શકી નહીં. સાયણના રાંદલ માતાના મંદિર પાછળ આવેલ વિસ્તાર નજીક દર્દીને લેવા 108 ની ટીમ પહોંચી હતી, ત્યાં એક વૃદ્ધા બીમાર પડતા 108 ને જાણ કરવામાં આવી હતી. ખરાબ રોડના કારણે વૃદ્ધાને ઝોળીમાં ઉઠાવી 108 સુધી લઈ જઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઝોળીમાં ઉઠાવી 108 સુધી લઈ જવાય

બિમાર વૃદ્ધાને ઝોળીમાં ઉઠાવી 108 સુધી લઈ જવાતા વિકાસની વાતો કરતી સરકારની પોલ જાણે ખુલી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેનો વીડિયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

  • Follow us on: