ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્ચો છે. રાજ્યમાં સિઝનમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. ત્યારે સુરત શહેરમાં વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો છે. રોગચાળાને કારણે બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. વાયરલ ઈન્ફેક્શન, ડેન્ગ્યૂ, મેલેરિયાના કેસમાં વધારો થયો છે. કોલેરા, તાવ,શરદી અને ઉધરસના કેસોમાં વધારો થયો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં રોજ 400થી વધુ ઓપીડી નોંધાય છે.


રોગચાળાથી 2 બાળકો સહિત 3ના મોત

સુરત શહેરમાં વરસાદી વાતાવરણમાં રોગચાળાએ માજા મુકી છે. શહેરમાં રોગચાળાને કારણે બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. શહેરમાં વાયરલ ઈન્ફેક્શન, ડેન્ગ્યૂ, મેલેરિયા, કોલેરા, તાવ, શરદી અને ઉધરસના કેસોમાં વધારો થયો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજ 400થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓની લાઈનો લાગી છે. શહેરમાં પાંડેસરાની 9 માસની બાળા , ઉધનાના બે વર્ષના બાળકનું તથા લીંબાયતના વૃદ્ધાનું તાવ ઝાડા-ઊલટીથી મોત નિપજ્યું છે.

ઝાડા -ઉલ્ટીના 38 દર્દીઓ સારવાર હેઠળ

સુરત સિવિલ હોસ્પિટલમાં 15 દિવસમાં ડેન્ગ્યૂના 206, તાવના 111, મેલેરિયાના 81 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુના 36, તાવના 99, મેલેરિયા 34 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા -ઉલ્ટીના 38 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરમાં વરસાદી માહોલને કારણે વકરી રહેલા રોગચાળામાં મુખ્યત્વે મચ્છર અને પાણીજન્ય રોગોના કેસો વધુ પ્રમાણમાં નોંધાયા છે.  

  • Follow us on: