સુરતમાં ચોમાસાના આરંભે મુશળધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાણી અને ઋતુજન્ય રોગ વકર્યો. શહેરમાં એક મહિલાનું સામાન્ય ઝાડા-ઉલટીની ફરિયાદમાં મોત નિપજયું. 38 વર્ષીય મહિલા પુણાગામના ભૈયાનગર ખાતે રહેતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મહિલાને ઝાડા-ઊલટીની ફરિયાદ હતી. ઘરગથ્થુ દવા કર્યા બાદ ડોક્ટરની સારવાર લીધા બાદ પણ મહિલાનું મોત નિપજયું. શરીરમાંથી વધુ પડતા પ્રમાણમાં પ્રવાહી ઘટતા મહિલાનું મોત નિપજયું હોવાની ડોક્ટરને આશંકા છે.
વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર













