સુરત શહેરમાં આજે પોલીસની સરાહનીય કામગીરીનો એક ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાંથી ગુમ થયેલી 8 વર્ષની એક બાળકીને પોલીસે માત્ર 4 કલાકની અંદર શોધી કાઢી અને તેના પરિવારને સુરક્ષિત રીતે પરત સોંપી હતી. પોલીસની આ સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વરાછા વિસ્તારમાં ભારે ટ્રાફિક હોવાના કારણે આ 8 વર્ષની એક બાળકી પોતાના પરિવારથી વિખૂટી પડી ગઈ હતી.
વરાછા વિસ્તારમાંથી 8 વર્ષની બાળકી થઇ હતી ગુમ













