દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ ડેમ આ ચોમાસાની સિઝનમાં સારો ભરાઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ માટે સારા સમાચાર છે.


ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો

ચાલુ વરસાદી સિઝનમાં ઉકાઈ ડેમની જળ સપાટી 313 ફૂટથી વધીને 326.44 ફૂટ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ ઘણો સારો છે. ગત વર્ષે આજની તારીખ ડેમની જળ સપાટી 317.58 ફૂટ હતી. એટલે કે હાલ ડેમ ગત વર્ષ કરતાં 10 ફૂટ જેટલો વધુ ભરાયો છે. હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલની સ્થિતિએ, ઉકાઈ ડેમમાં પાણીની આવક ગત વર્ષની સરખામણીએ ઓછી છે.

ખેડૂતો અને સ્થાનિકોમાં ખૂશીનો માહોલ

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે આજની તારીખમાં ઉકાઈ ડેમમાં 1,09,390 કયુસેક પાણીની આવક થઇ હતી જ્યારે હાલ માત્ર 13,847 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જોકે, આવક ડેમમાં પાણીનો જીવંત જથ્થો ગત વર્ષ કરતાં વધુ છે. હાલ ઉકાઈ ડેમમાં 3819.14 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, ગત વર્ષે આજની તારીખમાં 40. 88 ટકા પાણીનો લાઈવ જથ્થો હતો, તેની સરખામણીએ હાલ 56.75 ટકા પાણીનો લાઈવ જથ્થો ઉપલબ્ધ થઇ ચૂક્યો છે. આ સૂચવે છે કે, દક્ષિણ ગુજરાતને પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે.


  • Follow us on: