તાપી જિલ્લાની જીવાદોરી ઉકાઈ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે, જેના કારણે ડેમ 90% જેટલું ભરાઈ ગયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સ્થાનિક વહીવટને સૂચના આપવામાં આવી છે. ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાય છે, જે સુરત, નવસારી,વલસાડ,તાપી અને ભરુચ જિલ્લાઓને પીવાનું પાણી,સિંચાઈ અને ઉદ્યોગો માટે પાણી પૂરું પાડે છે. આવી સ્થિતિમાં ડેમનું સંપૂર્ણ ભરાવું ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર છે, પરંતુ વધુ પાણીની આવકને કારણે પૂરની શક્યતા વધી છે. ડેમની જળસપાટી 340.82 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમની ભરાઈ લેવલ (FRL) 345 ફૂટ છે, જેના કારણે હાલ 90% જેટલું પાણી સંગ્રહ થયું છે. આ સ્તરે પહોંચતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



ડેમમા ઉપરવાસ આવકમા નોંધ પત્ર વધારો

ડેમના ઉપરવાસમાંથી 57,563 ક્યુસેક પાણીની આવક  નોંધાઈ છે. આ આવક ભારે વરસાદને કારણે વધી છે, જે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાંથી આવી રહી છે.પાણીની જાવક: હાલ ડેમના અધિકારીઓ દ્વારા હાઈડ્રો પાવર પ્લાન્ટ માર્ફતે 22,640 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો આવક વધુ વધી તો વધુ દરવાજા ખોલીને પાણી છોડવું પડશે, જે તાપી નદીમાં પૂરનું જોખમ વધારી શકે છે.

તાપી કલેક્ટરને સાવચેત રહેવા આપી કરી

ડેમ સત્તાધીશો દ્વારા હાઈ એલર્ટ જાહેર કરતાં તાપી કલેક્ટરને જાણ કરવામાં આવી છે.તલાટીઓ,પોલીસ અને NDRF ટીમોને તૈયાર રાખવામાં આવ્યા છે.નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે. વહીવટે લોકોને અપીલ કરી છે કે તાપી નદીના કાંઠે જવાનું ટાળે અને વરસાદી માહોલમાં સાવચેતી રાખે.ડેમનું સંપૂર્ણ ભરાવું દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રબી અને ઉગતી ખેતી માટે આશીર્વાદરૂપ છે.

ગત વર્ષો ઉકાઈ  સંપૂર્ણ ભરાયો હતો

ગત વર્ષો ઉકાઈ સતત સંપૂર્ણ ભરાયો હતો, તેમ આ વર્ષે પણ 100% સ્તર પહોંચવાની શક્યતા છે, જેથી આખું વર્ષ પીવાનું પાણી અને સિંચાઈની ચિંતા નહીં રહે. સુરત મહાનગરપાલિકા અને અન્ય વહીવટી એકમોને પણ પાણીની પુષ્કળતા મળશે. જો કે, વધુ વરસાદ પડવાની આગાહીને કારણે તંત્ર સાવધાન છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તાપી અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.


  • Follow us on: