તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસી લોકોના ડોક્યુમેન્ટ લઈને દાનની રકમ આપવાની લાલચ આપીને અલગ અલગ બેન્કમાં તેમના બેન્ક એકાઉન્ટ ખોલાવી 3 ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાતામાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરી દેતા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી તેમની ઓફિસ અને ઘર ખાતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
54 લોકોના અલગ અલગ 10 બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યા













