તાપીમાં ધોધમાં નાહવા પડેલી 3 મહિલાઓ તણાઈ હોવાની ઘટના સામે આવી છે. સોનગઢના દૌણ ગામે ગૌમુખના ધોધમાં તણાઈ જવાથી એકનું મોત થયું છે. ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ આવતા 3 મહિલાઓ તણાઈ હતી. ત્રણમાંથી 2 મહિલાઓનો બચાવી લેવામાં આવી છે, જ્યારે એકનું મોત થયું છે. તણાયેલી મહિલાનો મૃતદેહ મહારાષ્ટ્રની સીમમાંથી મળ્યો છે.
ગૌમુખના ધોધમાં ત્રણ મહિલા તણાઈ













