ઉત્તર ગુજરાતના વિસનગર નજીક ઊંઝા ખાતે બિરાજમાન મા ઉમિયાના મંદિરમાં અમેરિકામાં રહેતા એક ભક્ત દ્વારા 3.35 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ દાનથી મા ઉમિયા પ્રત્યેની વિદેશસ્થ ભક્તોની અતૂટ શ્રદ્ધા ફરી એકવાર જોવા મળી છે. આ સોનાનો હાર અમેરિકામાં રહેતા દાતા પિન્કીબેન જતીનકુમાર કમાણીયા દ્વારા મા ઉમિયાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો છે.


અમેરિકાના ભક્તનું ઊંઝા ઉમિયા મંદિરને દાન

આશરે 16 તોલા વજન ધરાવતા આ હારની કિંમત 3,35,000 રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ ભક્તિભાવપૂર્ણ અર્પણ વિધિમાં પિન્કીબેન વતી તેમના સંબંધીઓ ઓમ અને દેવ દ્વારા માતાજીને હાર અર્પણ કરવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર સમગ્ર કડવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા લાખો ભક્તો પણ મા ઉમિયા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

દાતાએ 3.35 લાખનો સોનાનો હાર કર્યો અર્પણ

સમયાંતરે આવા ભક્તો દ્વારા મંદિરને વિવિધ પ્રકારનું દાન કરવામાં આવતું રહે છે. જે મંદિરના વિકાસ કાર્યોમાં મદદરૂપ થાય છે. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દાતા પિન્કીબેનનો આભાર માનવામાં આવ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે ધાર્મિક આસ્થાની કોઈ સીમા નથી હોતી અને ભક્તો ગમે તેટલા દૂર હોય પરંતુ તેમની શ્રદ્ધા હંમેશા માતાજી સાથે જોડાયેલી રહે છે.


  • Follow us on: