મહેસાણા જિલ્લાના ઊંઝામાં આજે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. મુશળધાર વરસાદને કારણે ઊંઝાનો મુખ્ય અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ કરાયો













