ગુજરાતની લિમ્પોપો એવી વિશ્વામિત્રી નદી છે, જેમાં મગરની વસ્તી જોવા મળે છે. આવામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરસવણી ગામમાં 12 ફૂટનો મહાકાય મગર દેખાયો હતો. જે કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આ રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર દેખાતા અફરાતફરી સર્જાઈ હતી.
મહાકાય મગર જોવા મળ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા સરસવણી ગામે પાણીની ટાંકી નજીક માલધારી સમાજના ઘરો આવેલા છે. આ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે લગભગ 12 ફૂટ લાંબો મહાકાય મગર જોવા મળ્યો હતો, જેના કારણે ગામમાં દહેશત ફેલાઈ હતી. જે બાદ લોકો દ્વારા આ અંગે પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરવામાં આવી હતી.













