દિવાળીના તહેવાર અગાઉ જ વડોદરામાં આંગણવાડી કાર્યકરોની હૈયાહોળી જોવા મળી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ પોતાની પડતર માંગણીઓ માટે વિરોધ રેલી યોજી હતી. અંદાજે 500 જેટલી બહેનો આ રેલીમાં જોડાઈ હતી. જે ભગતસિંહ ચોકથી નવલખી મેદાન સુધી યોજવામાં આવી હતી.













