ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેનો કડક અમલ ન થતાં પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉભા થાય છે. ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં દારુબંધીનો અમલ કરવામાં નિષ્ફળ રહેલી પોલીસને આયનો બતાવવાનો એક યુવકે આજે પ્રયાસ કર્યો હતો.
દારૂની ખાલી બોટલોનો હાર પહેરી પોલીસ ભવન કચેરી પહોંચી ગયો
વડોદરાના એક સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલોનો હાર પહેરી પોલીસ ભવન કચેરી પહોંચી ગયો હતો અને દારુબંધીના કડક અમલ થતો હોવાની સુફિયાણી વાતો કરતી વડોદરા પોલીસ સમક્ષ દારુના અડ્ડાઓ બંધ કરાવવા માગ કરી હતી.
દારુની ખાલી બોટલોનો હાર જોઇ પોલીસ ચોંકી
આજે વડોદરામાં આ સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલોનો હાર પહેરી ને પોલીસ ભવન પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.દારૂ ની ખાલી બોટલોનો હાર જોઈ પોલીસ જવાનો પણ સ્તબ્ધ થઇ ગયા હતો.
પોલીસે કાર્યકરે પહેરેલો દારૂ ની બોટલોનો હાર ઉતરાવી દીધો
જો કે પહેલા તો પોલીસે કાર્યકરે પહેરેલો દારૂ ની બોટલોનો હાર ઉતરાવી દીધો અને રજુઆત સાંભળી હતી.. સામાજિક કાર્યકર જીતેન્દ્ર પરમારે આરોપ લગાવ્યા હતા કે શહેર માં ઠેર ઠેર દારૂ ના અડ્ડા ચાલે છે. અને દિવાળી પર્વે કરોડો નો દારૂ શહેર માં પ્રવેશે છે તેને પહેલા અટકાવો.
જો પોલીસ કડકાઈ થી કામ લે તો જ દારૂબંધી પર અમલ થાય
નાગરિકો નું કહેવું છે કે દારૂબંધી નો અમલ કરાવવા પોલીસ કામ કરે છે તેનાથી થોડેક અંશે જ અમલ થઇ શક્યો છે. જો પોલીસ કડકાઈ થી કામ લે તો જ દારૂબંધી પર અમલ થાય.તેમાં પોલીસ વિભાગમાં પણ જે બુટલેગરો સાથે સંડોવાયેલ હોય તેમને પણ શોધી કાઢવાની જરૂર છે.
પોલીસ અસામાજિક પ્રવૃત્તિ પર કડક હાથે કામ લે છે
તો બીજી તરફ પી. સી. બી. પી. આઈ - સી. બી ટંડેલનું કહેવું છે કે પોલીસ અસામાજિક પ્રવૃત્તિ પર કડક હાથે કામ લે છે. કોઈ પણ નાગરિક રજુઆત કરી શકે છે પરંતુ આજે જે રીતે રજૂઆત થઇ તે ઉચિત નથી.