વડોદરા જિલ્લાની અણખોલ ગ્રામ પંચાયત ફરી એકવાર ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિવાદમાં સપડાઈ છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ વર્તમાન તલાટી જગદીશ સાધુ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. આ મામલે તેઓ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચીને અત્યાર સુધીના 4 કરોડ રૂપિયાના કામોની તપાસ કરાવવાની માગણી કરી હતી. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ હતો કે પંચાયતના સભ્યોની જાણ બહાર અને તેમની સહી વિના જ વિકાસના કામોના ઠરાવો અને વર્ક ઓર્ડર પાસ કરી દેવામાં આવે છે.
તલાટી અને TDO વચ્ચે મીલીભગતના આરોપ













