રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું જોર વધી રહ્યું છે. રાત્રે અને સવારે ઠંડી તો બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ વડોદરામાં રોગચાળો વકર્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે.
ઠંડીના કારણે રોગચાળો વકર્યો
ઠંડીના કારણે વડોદરા શહેરમાં એપીડીમાં ઘસારો જોવા મળી રહ્યો છે. ગત 48 કલાકમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 117 પૈકી 4 કેસ પોઝિટિવ નોંધાય છે. આ સાથે ચિકનગુનિયાના શંકાસ્પદ 16 કેસ નોંધાયા છે. તેમજ મેલેરિયાના 5 હજાર શંકાસ્પદ નોંધાયા છે. આ ઉપરાંત ટાઇફોડના 80 અને શરદી-ખાંસીના 1500 કેસ નોંધાય છે. આ આંકડા સરકારી હોસ્પિટલના છે. જ્યારે ખાનગી હોસ્પિટલના આંકડા જોડવામાં આવે તો આ આંકડા ત્રણથી પાંચ ગણા વધી શકે છે.













