હાલ લોકો જીવના જોખમે ઘણા ન કરવાના કામો કરતા રહે છે. કોઈ રીલના ચક્કરમાં જોખમ ખેડે છે, તો કોઈ ઘરે બેઠા ધારદાર હથિયારો સાથે રમત કરે છે. આવા કિસ્સામાં ઘણીવાર લોકો ઘાયલ થાય છે અથવા તો મોતને ભેટે છે. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક યુવક ચાકુ સાથે રમત કરી રહ્યો હતો. જે દરમિયાન ચાકુ તેની છાતીમાં વાગી જતા તેનું મોત નીપજ્યું હતું.


ચાકુના ચેડા અને યુવકે ગુમાવ્યો જીવ

ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરની ન્યુસમા રોડ નજીક આવેલી રાધિકા પાર્ક સોસાયટીનો રહેવાસી 34 વર્ષીય દત્ત ત્રિવેદીનું મોત છાતીમાં ચાકુ વાગવાના કારણે થયું છે. આ યુવકે થોડા સમય પહેલા ઓનલાઈન ચાકુ મંગાવ્યું હતું. આ ચાકુ જોતા સમયે યુવક ચાકુથી રમત કરી રહ્યો હતો. આ દરમિયાન ચાકુ તેની છાતીમાં ધુસી ગયું હતું. જે કારણે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

વડોદરા શહેરના દત્ત ત્રિવેદીને ચાકુનો શોખ હતો. આ જ શોખે તેનો જીવ લઈ લીધો હતો. જ્યારે તે ચાકુ સાથે રમત કરતો હતો, ત્યારે ચાકુ તેની છાતીમાં ઘુસી ગયું હતું. આ અંગે પત્નીએ મિત્રોને જાણ કરી હતી. જે બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પર રહેલા ડૉક્ટર્સે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ફતેહગંજ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Follow us on: