વડોદરામાં તરસાલી બાયપાસ પાસે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વડોદરાના તરસાલી બાયપાસ પાસે બની હતી. એક ટ્રક રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક બેકાબૂ બનીને પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
તરસાલી બાયપાસ પાસે ગંભીર અકસ્માત













