વડોદરા શહેરની જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટના ગાયત્રી આઈસ ફેક્ટરી સામેની ગલીમાં આવેલી એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીમાં બની હતી. આગ લાગવાના કારણો હજુ અકબંધ છે.
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ













