ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા સાવલી તાલુકામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી પૂરી પાડવામાં ઘોર બેદરકારી દાખવનારા બે જવાબદાર અધિકારીઓ સામે કડક આકરા પગલાં લેવામાં આવ્યા છે. માહિતી આયોગે નિયત સમયમર્યાદામાં વિગતો ન આપવા બદલ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તત્કાલીન મામલતદાર બંનેને 10,000 -10,000નો રોકડ દંડ ફટકાર્યો છે. આ સાથે જ જો તેઓ નિયત સમયમાં દંડની રકમ નહીં ભરે, તો તેમના પગારમાંથી આ રકમ વસૂલ કરવાનો કડક આદેશ પણ જારી કરાયો છે.
પીઆઈ એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજનો મામલો
પ્રથમ કિસ્સો ભાદરવા પોલીસ મથકનો છે. અહીં RTI હેઠળ તત્કાલીન પીઆઈ એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજ માંગવામાં આવ્યા હતા. જોકે, અધિકારી દ્વારા માહિતી છુપાવવાના આશયથી ગુપ્તતાનો મુદ્દો અને ત્યારબાદ સીસીટીવીમાં ટેકનિકલ ખામી હોવાના બહાના રજૂ કરવામાં આવ્યા હતા. માહિતી આયોગે આ તમામ બહાનાઓનો અસ્વીકાર કરી, તેને જાહેર માહિતી અધિકારીની ફરજમાં ગુનાહિત બેદરકારી ગણાવી હતી. હાલ વેજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.ઓ. ભરવાડને આ મામલે 10,000નો દંડ કરવામાં આવ્યો છે.













