ગુજરાતમાં સરકાર સામે ફરીવાર આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ખેડૂતો ખાનગી કંપનીના વીજપોલ અને જમીન સંપાદનના વળતર મુદ્દે સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. તો બીજી બાજુ શિક્ષકો પણ ટેટ પરીક્ષાના મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી રહ્યાં છે. શિક્ષકોની માગ છે કે, TAT ફરજિયાત રદ કરો. આ આંદોલનમાં હવે શૈક્ષિક સંઘની પણ એન્ટ્રી થતાં મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે. 


બેનરો અને સુત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો

વડોદરા શૈક્ષિક સંઘ દ્વારા ટેટ પરીક્ષાના મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. આ કાયદાના વિરોધમાં રાજ્યના 22 જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જેમાં વડોદરા સહિત વિવિધ જિલ્લા પંચાયત કચેરીઓ ખાતે શિક્ષકોએ બેનરો અને સુત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો હતો. 

TAT ફરજિયાત રદ કરો જેવી માગ ઉઠી

આ મામલે શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આગામી ચોમાસુ સત્ર દરમિયાન કાયદામાં યોગ્ય સુધારો લાવીને 2010 પહેલાના તમામ શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે.આટલા વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય સેવાઓ આપ્યા બાદ હવે આ ઉંમરે પરીક્ષા આપવી તે તદ્દન અયોગ્ય અને અન્યાયી હોવાનું શિક્ષકોનું સ્પષ્ટ માનવું છે.

આ પણ વાંચોઃ Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે


  • Follow us on: