હાલમાં ચોમાસાની સિઝનમાં નદીઓમાં નવા નીર આવવાથી પાણીની સપાટી ઉંચાઈ પર છે. ત્યારે ગણેશ વિસર્જન સમયે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને અનુલક્ષીને નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનર દ્વારા શહેરમાં 30 સ્થળો પર પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


જાહેરનામું 23 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે

વડોદરા શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં બનેલી ડૂબી જવાની દુર્ઘટનાઓની વિગતોના આધારે શહેરમાં 30 સ્થળોને પોલીસ કમિશ્નરે જોખમી જાહેર કર્યા છે. આ સ્થળો પર ફરીવાર કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે પોલીસે પગલાં લીધા છે. પોલીસ કમિશ્નરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 23 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે.

શહેરના આ 30 સ્થળો પર પ્રતિબંધ લગાવાયો

વડોદરા શહેરના જોખમી સ્થળોની યાદી જોઈએ તો હરણી વિસ્તારમાં હરણી લેક ઝોન (મોટનાથ તળાવ), હરણી લેક ઝોન તળાવ, હરણી ગામ તળાવ હનુમાન મંદિર સામે, ખોડીયાર નગર તળાવ, દરજીપુરા ગામ તળાવ, કોટાલી - સમા નર્મદા કેનાલ, અટલાદરા વિસ્તારમાં અટલાદરા ગામ, વારસિયા ધોબી તળાવ, રાવપુરા સુરસાગર, ફતેગંજ છાણી કેનાલ, સમા તળાવ, ગોત્રી તળાવ, વાસણા તળાવ, સરસીયા તળાવ, છાણી વિસ્તારમાં છાણી તળાવ, આધા તલાવડી, દશરથ તળાવ, મલાઈ તળાવ, પદમલા તળાવ, નાથા તળાવ અને મીની નદી, લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્મશાન પાસેનું તળાવ, અંકોડિયા કેનાલ, ગોત્રી-સેવાસી કેનાલ, જેપી રોડ વિસ્તારમાં મુજમહૂડા વિશ્વામિત્રી નદી, તાંદલજા ગામ તળાવ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ) અને ફાજલપુર મહીસાગર માતાના મંદિરને જોખમી સ્થળ જાહેર કરી પાણીમાં ન્હાવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


  • Follow us on: