નવુ શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયુ છે. પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત હોવાનું સામે આવ્યુ છે. આ મામલે વિદ્યાર્થીઓ પીસાઇ રહ્યા છે. વડોદરામાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકથી વંચિત થયા છે. શિક્ષણ સમિતિની 120 શાળાઓના વિદ્યાર્થીઓ વંચિત રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. તો આ મામલે પાઠ્યપુસ્તક મંડળની પ્રતિક્રિયા સામે આવી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, બજારમાં પાઠ્યપુસ્તકો પુરતી સંખ્યામાં છે. કોઇપણ વિદ્યાર્થીઓ આ પુસ્તકોથી વંચિત રહી શકે તેમ નથી.


પુસ્તકો વિના જ શિક્ષણ !

જ્યારે શૈક્ષણિક સત્ર શરુ થવાનું હોય ત્યારે વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને પુસ્તકોની ખરીદી કરતા હોય છે. અને નવા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક હોય છે. પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકોની અછત સર્જાવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. એક તરફ, પાઠ્યપુસ્તક મંડળ પુસ્તકો બજારમાં હોવાનું રટણ રટી રહ્યા છે. તો બીજી તરફ, વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો નહી મળતા હોવાનું કહી રહ્યા છે. શિક્ષણ સમિતિની 120 શાળાઓના વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકોથી વંચિત છે.

આ કેવું આયોજન ?

વડોદરામાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકથી વંચિત છે. શિક્ષણ સમિતિની 120 શાળાઓના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો નથી મળ્યા. શૈક્ષણિક સત્રની શરુઆત છતાં યુનિફોર્મ અને નોટબુક ન મળતા શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચી રહી છે. સમિતિના પૂર્વ વિપક્ષ નેતા નરેન્દ્ર જયસ્વાલનું નિવેદન સામે આવ્યુ છે. તેઓઓ જણાવ્યુ છે કે, છેલ્લા 10 વર્ષથી સરકારી સ્કૂલમાં આ પરિસ્થિતિ છે. ખાનગી શાળામાં વાલીઓ એક મહિના પહેલા જ આયોજન કરે છે. પણ સરકારી શાળાઓ માટે કેમ આગોતરું આયોજન નથી કરવામાં આવતું. તે એક વિકટ પ્રશ્ન છે. 

  • Follow us on: