વડોદરા શહેરમાં વધુ એક ભુવો પડ્યો છે અને ભુવાથી જ નવા વર્ષનું સ્વાગત થયું છે. કોર્પોરેશનના પ્રતાપે નવા વર્ષે જ મસમોટો ભુવો શહેરીજનોને ભેંટમાં મળ્યો છે.
વડોદરાવાસીઓ માટે રસ્તા પર ભુવા પડવા રોજીંદી ઘટના
ભુવા નગરી તરીકે કુખ્યાત બનેલા વડોદરા શહેરમાં ભુવા પડવા અને ખાડા પડવા એ મોટી વાત નથી. હવે તો શહેરીજનો પણ ટેવાઇ ગયા છે. કોર્પોરેશનના પ્રતાપે વડોદરાવાસીઓ માટે રસ્તા પર ભુવા પડવા રોજીંદી ઘટના બની ગઇ છે.













