વડોદરામાં ફરી એક વખત પાણીનો વેડફાટ જોવા મળ્યો. શહેરમાં સંગમ ચાર રસ્તા નજીક પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું. લાઈનમાં ભંગાણ થતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. પાણીની મુખ્ય લાઇન ફાટતા ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો. લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો તો આખરે અમારે શું તેવું તંત્રનું વલણ જોવા મળ્યું છે. રસ્તાઓ પર પાણી વહી જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી તાત્કાલિક હાથ ધરાઈ નથી.


સંગમ રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

લાઈનમાં ભંગાણ થતા સંગમ રોડ સોનીની વાડી પાસે સોસાયટીમાં પાણી ફરી વળ્યા. પાલિકા દ્વારા લોકોને પાણી નહી મળે તેવી જાહેરાત કરાઈ. પાણીનો કાપ મૂકાતા પ્રજા પરેશાન થઈ. એકબાજુ લોકો પીવાના પાણી માટે તલસી રહ્યા છે ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રના પેટનું પાણી હલ્યું નથી. લાઈનમાં પડેલ ભંગાણ દૂર કરવા તંત્રની નબળી કામગીરી દેખાઈ. સંગમ રોડ આસપાસના સ્થાનિકોમાં તંત્રના નબળા વલણને લઈને રોષ જોવા મળ્યો.

પાણીની લાઈનમાં ભંગાણથી પ્રજા પરેશાન

અગાઉ પણ વડોદરામાં પાણીનો વેડફાટ થયાના સમાચાર હતા. વાઘોડિયા વિસ્તારમાં આરઓની શુદ્ધ પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થયું હતું. દસ દિવસ વધુ થયા બાદ પણ કોઈ કામગીરી થઈ નથી. લાખો લીટર પાણીનો વેડફાટ થતા નાગરીકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીની લાઈનમાં ભંગાણ, વરસાદમાં તૂટેલા રસ્તાઓ પણ નથી પૂરાયા. ત્યાં ફરી રસ્તાઓ પર પાણી ફરી વળતા ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • Follow us on: