વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થયાના આજે 140 દિવસ વિત્યા છે. આ ઘટનાને સાડા ચાર મહિના જેટલો સમય વિત્યો હોવા છતાં હજુ અસમંજસ જેવી સ્થિતિ છે. GERIએ તૂટેલી ગર્ડરના સેમ્પલ હજુ સુધી લીધા નથી. જેના કારણે કેટલાક ભાગનું ટેસ્ટિંગ બાકી રહી ગયું છે. નદીમાં પાણીનો ફ્લો વધુ હોવાથી સેમ્પલ લેવામાં અડચણ આવી રહી છે.


ઝારખંડમાં થયેલા સેમ્પલ ટેસ્ટિંગનો રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યો

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ તેની ગર્ડરના સેમ્પલ લેવામાં પાણીના ફ્લોને કારણે અડચણો આવી રહી છે. અંડર વોટર કેમેરા સર્ચમાં પાણીમાં ડહોળાશ જોવા મળી છે. પાણીની ડહોળાશને કારણે તુટેલી ગડર શોધવામાં અડચણ આવી રહી છે. બીજી તરફ ઝારખંડમાં થયેલા સેમ્પલ ટેસ્ટિંગનો રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યો છે. રિપોર્ટના અભ્યાસ બાદ બ્રિજ તૂટવા અંગેનું કારણ સામે આવશે. મુખ્યમંત્રીને પણ આ રિપોર્ટના અભ્યાસ બાદ બ્રિજ તૂટવાના તારણો અંગે વાકેફ કરાશે.

આ બ્રિજ દુર્ઘટનામાં 21થી વધુ લોકોના મોત થયા હતાં

વડોદરાના પાદરામાં ગત 9મી જુલાઈએ મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. 1981માં બ્રિજનું નિર્માણ કરાયું હતું અને 1985માં બ્રિજને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ દુર્ઘટનામાં 21થી વધુ લોકોના મોત થયા હતાં. ગયા વર્ષે જ બ્રિજનું સમારકામ કરાયું હતું. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે.


આ પણ વાંચોઃ Surendranagar News: LPG સિલિન્ડરના ગેરકાયદે વેચાણ પર પુરવઠા વિભાગની કાર્યવાહી,7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

  • Follow us on: