સંસ્કારી નગરી વડોદરાના વાતાવરણમાં ગત રાતથી જ જોરદાર પલટો આવ્યો છે. વડોદરા શહેરમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેને પગલે વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ખાસ કરીને વડોદરા શહેરના નિઝામપુરા અને સમા વિસ્તારમાં ઝરમર વરસાદ પડતાં રસ્તાઓ ભીના થયા છે.
સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણ બદલાતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા આ વરસાદી ઝાપટાંને કારણે સ્થાનિકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.














