વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં 13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો,જમીન સંપાદન વળતરના કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઈ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વગેરે મળી કુલ-611 કેસો.
કેસોમાં કૂલ 14,80,24,409 રૂપિયાનું સમાધાન કરવામાં આવ્યું
આ સિવાય સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઈ શકે તેવા ફોજદારી કેસો કુલ-7,759 કેસ, બેન્ક-ફાયનાન્સ કંપનીનાં વસુલાતના કેસો, વિજ બીલના વસુલાતના કેસો, ટેલિફોન-મોબાઈલ કંપનીઓના બિલના વસુલાતના કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ વસુલાતના કેસો વગેરે મળી કુલ-8,641 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો કુલ-373 કેસ, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ-6,581 અને પ્રિ-લીટીગેશનના કુલ-3,957 મળી કુલ-10,911 કેસ નિકાલ કરવામાં આવ્યો હતો અને કેસોમાં કૂલ 14,80,24,409 રૂપિયાનું સમાધાન કરવામાં આવ્યું છે.













