વલસાડમાં દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર મળ્યું છે. શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવતા પોલીસ એલર્ટ થઈ છે. કન્ટેનર દરિયામાં હોવાથી તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. ભરતીના પાણી ઓસર્યા બાદ તપાસ હાથ ધરાશે. તપાસ એજન્સીઓએ કન્ટેનરને લઈ તપાસ કરી રહી છે. કન્ટેનરમાં ઓઇલ અથવા કેમિકલ હોવાની શંકા કરવામાં આવી રહી છે.


તિથલ દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર મળ્યું

ગુજરાતના દરિયા કિનારે અવારનવાર શંકાસ્પદ કન્ટેનર મળવાની ઘટના સામે આવી રહી છે. તેવામાં વલસાડના તિથલ દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું છે. શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે. પોલીસને જાણ કરતા તપાસ એજન્સીઓ સતર્ક બની તપાસ હાથ ધરી છે. પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડિસ્પોઝલ્સ સ્કોડ સહિતની તપાસ એજન્સીઓ કામે લાગી છે.

કન્ટેનર દરિયામાં હોવાથી તપાસમાં વિલંબ

સ્થાનિકોએ આ કન્ટેનરને જોતા જ પોલીસને જાણ કરી હતી, સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કન્ટેનરમાં ઓઇલ અથવા કેમિકલ હોવાની આશંકા કરવામાં આવી રહી છે. કન્ટેનર દરિયામાં અંદર હોવાથી તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. ભરતીના પાણી ઓસર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા સ્થાનિકોના નિવેદનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • Follow us on: