વલસાડ જિલ્લાના વાપીમાં આજે આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમીન અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતના જાણીતા ગેલેક્સી ગ્રુપના વિવિધ સ્થળો પર IT વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાની કામગીરી મુખ્યત્વે વડોદરા IT વિભાગની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે. ટી
ગેલેક્સી ગ્રુપમાં કામ કરતા કર્મચારીઓને ત્યાં સર્ચ
મો દ્વારા એકસાથે વાપી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ગેલેક્સી ગ્રુપના સંચાલકોના નિવાસસ્થાનો, ઓફિસો અને ગ્રુપ સાથે સંકળાયેલા મહત્ત્વના કર્મચારીઓના સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી છે. વાપી ઉપરાંત, આ ગ્રુપ દ્વારા દહેજ ખાતે જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવહારોને લઈને દહેજની ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. IT વિભાગની ટીમો દ્વારા ગ્રુપના તમામ નાણાકીય દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ્સ અને જમીન-સંપત્તિના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.













