પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 16 જુલાઈ 2025 થી ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસને આંબલિયાસન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે તથા મહેસાણા અને વિસનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન ના સમયમાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે.
વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ આંબલિયાસન સ્ટેશન
01-16 જુલાઈ 2025થી ટ્રેન સંખ્યા 20959 વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ આંબલિયાસન સ્ટેશન પર 11.47 કલાકે આગમન અને 11.49 કલાકે પ્રસ્થાન કરશે તથા મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.04/12.06 ના સ્થાને 12.12/12.14 કલાકે અને વિસનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.20/12.22 ના સ્થાને 12.28/12.30 કલાકનો રહેશે.
02-16 જુલાઇ 2025થી ટ્રેન સંખ્યા 20960 વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંબલિયાસન સ્ટેશન પર 17.48 કલાકે આગમન અને 17.50 કલાકે પ્રસ્થાન કરશે
03-ટ્રેનોના સ્ટોપજ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે
ગોઝારિયા રેલ્વે ક્રોસિંગ નંબર 77 રોડ ટ્રાફિક માટે બંધ રહેશે
18-19 જુલાઈની રાત્રે 3 કલાક માટે વિસનગર-ગાંધીનગર હાઇવે વચ્ચે સ્થિત ગોઝારિયા રેલ્વે ક્રોસિંગ નંબર 77 રોડ ટ્રાફિક માટે બંધ રહેશે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વિસનગર-ગાંધીનગર હાઇવે વચ્ચે સ્થિત ગોઝારિયા રેલવે ક્રોસિંગ નંબર 77 પર થ્રુ રેલ નવીકરણ (ટીઆરઆર) કાર્યને કારણે 3 કલાક માટે રોડ ટ્રાફિક અસ્થાયી રૂપે બંધ રહેશે. આંબલિયાસન-વિજાપુર રેલવે લાઇન ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ, વિસનગર-ગાંધીનગર હાઇવે પર ગોઝારિયા રેલ્વે ક્રોસિંગ નંબર 77 પર થ્રુ રેલ નવીકરણ (ટીઆરઆર) કાર્ય કરવાનો છે, જેના કારણે 18 જુલાઈ 2025 ના રોજ રાત્રે 23.30 વાગ્યાથી 19 જુલાઈ 2025ના રોજ 02.30 વાગ્યા સુધી 3 કલાક માટે રોડ ટ્રાફિક બંધ રહેશે.