રેલવે ભરતી બોર્ડ તરફથી પરીક્ષાને લગતા નિયમોમાં એક નવા ફેરફાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ નવા નિયમથી હવે ઉમેદવારો પોતપોતાની શ્રદ્ધા અને આસ્થાનું સન્માન કરીને પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં બેસી શકશે.


ધાર્મિક પ્રતીક સાથે પરીક્ષા આપી શકાશે

રેલવે ભરતી બોર્ડ તરફથી લેવામાં આવેલા આ નવા નિર્ણય મુજબ પરીક્ષા ખંડમાં બેસતા ઉમેદવારો હવે કડા , પાઘડી વગેરે જેવા તમામ પ્રકારના ધાર્મિક પ્રતીકો સાથે પરીક્ષા ખંડમાં બેસીને પરીક્ષા આપી શકશે. રેલવે ભરતી બોર્ડ તરફથી લેવામાં આવેલા આ નિર્ણય પહેલા આટલી છૂટછાટ આપવામાં આવતી ન હતી. પહેલા નિયમ એવો હતો કે ઉમેદવારો કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રતીક સાથે પરીક્ષા ખાંડમાં બેસી શકતા ન હતા પરંતુ હવે ઉમેદવારોને આ નવા નિયમથી રાહત મળશે.

ઉમેદવારોની સુવિધા માટે ઘણા નિયમોમાં ફેરફાર

રેલવે ભરતી બોર્ડ તરફથી લેવામાં આવેલા આ નવા નિર્ણય પાછળ ઉમેદવારોની પડતી અગવડ પાયામાં રહેલી છે કેમકે ભારતમાં લોકો અલગ અલગ ધર્મ સાથે અને ધર્મના નીતિ નિયમો સાથે જોડાયેલા છે અને આ અધિકાર ભારતના બંધારણ તરફથી લોકોને મળેલો છે પરંતુ ઉમેદવારોને રેલવે ભરતી બોર્ડની પરીક્ષા દરમિયાન તેમના ધાર્મિક પ્રતીકો સાથે પરીક્ષા ખંડમાં સ્થાન મળતું ન હતું જેથી ઉમેદવારોને ખુબજ સમસ્યાઓ થતી હતી જેથી ઉમેદવારોને પડતી અગવડને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

'ધર્મનિરપેક્ષ માર્ગદર્શિકા'

રેલવે ભરતી બોર્ડના જૂના નિયમથી ઘણી જગ્યાએ ઉમેદવારોને પરીક્ષા આપવામાં સમસ્યાઓ થઈ હતી. પંજાબમાં રેલવે ભરતી બોર્ડની પરીક્ષા દરમિયાન ઉમેદવારોના હાથમાંથી ધાર્મિક પ્રતીકો દૂર કરતાં આ મામલો વધારે બીચકાયો હતો. આ ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં લેવાયેલા આ નવા નિર્ણયને 'ધર્મનિરપેક્ષ માર્ગદર્શિકા' નામ આપવામાં આવ્યું છે. જે મુજબ હવે ઉમેદવારો તેમના ધાર્મિક પ્રતીકો જેમ કે પાઘડી, હિજાબ, કાડા અને ક્રોસ લોકેટ વગેરે પહેરીને પરીક્ષા કેન્દ્રમાં જઈ શકશે

  • Follow us on: