ધરમપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC'ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કૌશલ્ય, નવીનતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ભારતના યુવાનોમાં આ ત્રણેય ગુણો અને ક્ષમતા છે.આપણો યુવાન સ્કીલ,વિલ અને ઝિલના બળે પથ્થરમાંથી પાણી કાઢી શકવા સમર્થ છે.બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી.આજે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત છે. આજે આ વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે













