વેરાવળમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના એક દંપતીની પોલીસે સઘન પૂછપરછ કરી હતી. મમદ સિદ્દીક નાઝીર આહમદ મીર અને તેની પત્ની સબનમ, તેમના 4 વર્ષના પુત્ર એઝન અને 2 વર્ષની પુત્રી અક્ષા સાથે વેરાવળના મુસાફર ખાનામાં રોકાયા હતા. દંપતીએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લાં ત્રણેક મહિનાથી ગુજરાતમાં ભિક્ષાવૃત્તિ માટે આવ્યા છે.


ભરૂચ, ગોધરા, માંગરોળ બાદ વેરાવળ આવ્યા હતા

તેઓ ભરૂચ, ગોધરા અને માંગરોળ બાદ વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળ પોલીસ અને SOG દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી પણ વેરિફિકેશન કરાવવામાં આવ્યું હતું. હાલ પૂરતું તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.


  • Follow us on: