વેરાવળમાં પવિત્ર નાળીયેરી પૂનમના દિવસે ભીડીયા સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત રીતે દરિયા દેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે. માછીમારો ઢોલ-શરણાઈ સાથે વાજતે-ગાજતે સમુદ્ર કિનારે પહોંચ્યા હતા. ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દરિયા દેવની પૂજા વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. આગેવાનોના હસ્તે દરિયા દેવને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. માછીમારોના પરિવારજનોએ કળશ યાત્રા કાઢી, વિધિવિધાન સાથે નારિયેળ પધરાવી દરિયાદેવનું પૂજન કર્યું હતું.
વેરાવળમાં શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા













