વિજાપુરના ગોવિંદપુરાની ગ્રામપંચાયતમાં મહિલાઓએ ગટરના પાણી ભરાવા બાબતે હોબાળો કર્યો છે. શિવ રેસીડેન્સીના રહીશોનો પંચાયત કચેરીમાં હોબાળો કર્યો હતો. લોકોએ ગટરના પાણીના નિકાલની માગ કરી પંચાયતમાં હોબાળો કર્યો છે. ગટરના પાણી રોડ પર ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓનો પંચાયતના કર્મચારી વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહી છે. ગટરના પાણી ભરાતા લોકોમાં રોગચાળા ફેલાવાની ભીતિ સેવી રહ્યા છે. જો આ ગટરના પાણીનો સમય રહેતા નિકાલ કરવામાં નહી આવે તો રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વિજાપુરની ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવો, લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
વિજાપુરના ગોવિંદપુરા જુથ ગ્રામ પંચાયત વિસ્તારમાં શિવ રેસીડેન્સીના રહીશો દ્વારા ગટરના પાણીના નિકાલ બાબતે રજૂઆત કરાઇ હતી. રહીશો દ્વારા ગટરના પાણીના નિકાલની સમસ્યા દૂર કરવાની માગણી કરવામાં આવી હતી. ગટરના પાણી રોડ પર ભરાતા સ્કૂલે જતા બાળકોને ભારે સમસ્યા થઈ રહી છે. સ્થાનિક રહીશો અને મહિલાઓએ પંચાયત કચેરીનો ઘેરાવો કરીને હોબાળો કર્યો હતો. ગટરના પાણીની સમસ્યાને પગલે ગોવિંદપુરા જુથ પંચાયતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનઃ રહીશો
પંચાયત દ્વારા ગટરના પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતા શિવ રેસીડેન્સીના રહીશો અને મહિલાઓ દ્વારા કર્મચારીઓ વિરૂધ સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા. બારેમાસ રોડ પર ગટરના પાણી ભરાતા રોગચારાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને લોકો રોષે ભરાયા છે. ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રહીશો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.