- માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકીને આવે તેવી સૂચના
- વેપારીઓએ પણ ખેડૂતોનો માલ સુરક્ષિત અને ઢાંકી રાખે તેવી સૂચના
- ખેડૂતોને ચાર અને અન્ય માલને તાડપત્રીથી ઢાંકે તેવી પણ સૂચના
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં પાકના વાવેતર માટે એક તરફ ચિંતા વ્યાપી છે તો બીજી તરફ તૈયાર પાકને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે પણ ચિંતિત બન્યા છે. આ વચ્ચે માર્કેટયાર્ડે વેપારીઓ માટે સૂચના આપતાં માલ વેચવા આવે ત્યારે તાડપાત્રી ઢાંકીને આવે તેવી સૂચના આપી છે.
રાજયના હવામાન વિભાગે આગામી 24 થી 28 નવેમ્બર સુધી કમોસમી માવઠાની આગાહી કરી છે. ઈકબાલગઢ માર્કેટયાર્ડ માં કમોસમી માવઠાની આગાહીને લઈને ખેડૂતો અને માર્કેટ યાર્ડના વેપારીઓને સૂચના આપી છે. જેમાં ખેડૂતોને પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત લઈને આવે તેવી સૂચના આપી છે.













