- વરાછામાં આવતીકાલથી 2 દિવસ પાણીકાપ
- ઓવર હેડ ટાંકીની સફાઈને લઇ પાણીકાપ
- પાણીકાપથી અંદાજે 1 લાખ લોકોને થશે અસર
બે દિવસ પાણીપુરવઠો બંધ
સુરતમાં ફરી એક વાર પાણી કાપ મુકવામાં આવ્યો, જાણો ક્યાં સુરતના કયા વિસ્તારોમાં પાણીનો કાપ રહેશે. સુરતના વરાછા વિસ્તારમાં આગીમી બે દિવસ સુધી પાણીપુરવઠો બંધ રહેશે.
અંદાજે એક લાખ લોકોને થશે અસર
9 અને 10 જાન્યુઆરીએ એમ કુલ બે દિવસ વરાછામાં પાણી કાપ મૂકવામાં આવશે. તેની અસર વછાના બે ઝોનમાં પડશે. વરાછાની અંદાજે એક લાખ લોકની વસતી પર પાણીના કાપની અસર જોવા મળશે. જેના કારણે સુરતવાસીઓને પાણીપુરવઠાની બે દિવસ સમસ્યા રહેવાની છે.
ઓવર હેડ પાણીની ટાંકી
લોકોએ પાણી વિના રહેવુ પડશે. કડકડતી ઠંડી વચ્ચે પણ સુરતવાસીઓએ શહેરના વરાછા વિસ્તારોમાં પાણીકાપ સહન કરવો પડશે. 9 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી એમ બે દિવસ વરાછાના બે ઝોનમાં પાણી નહીં મળે. સુરતના વરાછાના જળવિતરણ મથકમાં ઓવર હેડ પાણીની ટાંકીની સફાઈને લઈને પાણી કાપ મૂકવામાં આવવાનો છે. જેને લઈને પાણીકાપ મુકવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.
9 અને 10 જાન્યુઆરી બંધ
વરાછા વિસ્તારના જળવિતરણ મથકમાં આવેલી ઓવર હેડ પાણીની ટાંકીની સફાઈનું કામ બે દિવસ ચાલશે એટલે 9 મી જાન્યુઆરી અને 10 મી જાન્યુઆરી એમ બે દિવસ પાણી કાપ રહેશે. ઓવર હેડ પાણીની ટાંકીની સફાઈની કામગીરી પૂર્ણ થયા બાદ વરાછા વિસ્તારના લોકોને પાણીનો પુરવઠો ફરી રાબેતા મુજબ મળવા લાગશે. સુરત પાલિકા દ્વારા વરાછા વિસ્તારના રહેતાં અંદાજે 1 લાખ લોકોને પાણીની અગવડ ના પડે એટલે આગોતરી જાણ કરીને અપીલ કરી છે કે જરુરિયાત પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવો. આ પ્રકારની સમસ્યા આ અગાઉ પણ ઘણી વાર જોવા મળી છે.
ભૂતકાળમાં પણ પાણીની સમસ્યાઓ
આ અગાઉ પણ સુરતના 5 ઝોનમા 3 જાન્યુઆરી, 2023માં પાણીમાં કાપ મુકવામા આવ્યો હતો. જેના કારણે લોકોમા પીવાના પાણીની સમસ્યા સર્જાયઈ હતી. સુરતમા પાણીના કાપથી કુલ 20 લાખ લોકોને અસર થઈ હતી. જેમાં અઠવા, ઉધના, લીંબાયત, વરાછા અને જેવા સેન્ટ્રલ ઝોનના એરિયામા પાણીનો કાપ મુકવામાં આવશે. આ પ્રકારની સમસ્યા આ અગાઉ પણ ઘણી વાર જોવા મળી છે. 3 જાન્યુઆરી. 2023 પહેલા અગાઉ 27 અને 28 જુલાઈ 2023ના રોજ પણ સુરતના અનેક વિસ્તારોમા પાણીનો કાપ મુકવામાં આવ્યા હતો. જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી હતી.













