• મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા
  • સામાન ઉઠાવવાની બાબતે બોલાચાલીમાં હત્યા કરાઇ
  • પોલીસે હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. જેમાં અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યા કરવામાં આવી છે. તેમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે. જેમાં સામાન ઉઠાવવાની બાબતે બોલાચાલીમાં હત્યા કરવામાં આવી હતી. તેમાં પોલીસે હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી છે.

અમેરિકનાં ઓકલાહોમાં શહેરમાં આ ઘટના બની

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમેરિકનાં ઓકલાહોમાં શહેરમાં આ ઘટના બની છે. તેમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની વિદેશમાં હત્યા કરવામાં આવી છે. પોતાનો સામાન ઉઠાવવા જેવી નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક પર હુમલો કર્યો હતો. જેમાં હુમલામાં માલિક નીચે પટકાતા બેભાન થયા હતા. તેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. તેમજ માલિકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. તેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા આગળની તપાસ હજુ ચાલુ છે

મહત્વનું છે કે, આ હત્યાની ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ઓકલાહોમા પોલીસના જણાવ્યા અનુસાર, આગળની તપાસ હજુ ચાલુ છે.


  • Follow us on: