- વેજલપુરમાં અનિલ રાઠવાની કરાઈ હત્યા
- પત્ની સહિત અન્ય બે યુવકો પર પોલીસને શંકા
- પત્નીના પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું અનુમાન
અમદાવાદના વેજલપુરમાં ફરી હત્યાનો બનાવ બન્યો છે,જેમાં અનિલ રાઠવા નામના યુવકની હત્યા થઈ છે,યુવક ઘરમાં હતો તે દરમિયાન યુવક ઘરમાં ઘુસી આવ્યા અને ગળુ દબાવી યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે,તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
પત્નીએ હત્યા કરાવી હોવાની આશંકા
વેજલપુર પોલીસે હત્યાબાદ પત્નીની પૂછપરછ હાથધરી છે,પત્નીના પ્રેમીએ આ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.પત્ની અને અને બે યુવકોએ ભેગા મળી આ હત્યા કરી હોય તેવુ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.પોલીસે ઘરની આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે,ત્યારે આ હત્યામાં શું ભેદ નિકળે છે તે જોવું રહ્યું.
થોડાક દિવસ પહેલા ફતેહવાડીમાં થઈ હત્યા
હત્યા કરનાર મુસ્તકીમ મુશ્કિલ તથા મૃતક સદામ મોમીન વચ્ચે થોડા સમયથી ગેંગવોર ચાલતી આવતી હતી. અને બંને ઈસમો એકબીજા ઉપર હુમલાઓ કરી રહ્યા હતા. જોકે બંન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યાં હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.સરખેજનાં ફતેવાડી વિસ્તારમાં રહેતા મુસ્તકીમ મુશ્કિલ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને MD ડ્રગ્સનો નશો પણ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. જોકે સદ્દામ મોમીન તેના સાથીદારોએ ડ્રગ્સ વેચવાની ના પાડતા અંગત અદાવતમાં બે કે ત્રણ દિવસથી એકબીજા ઉપર હુમલા કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે અચાનકથી મુશ્કિલ ગ્રુપનું 15 થી 20 જણાનું ટોળું મંગળવારે રાત્રે તિક્ષ્ણ હથિયારો સાથે આવી ગયું હતું અને હુમલો કર્યો હતો. મહત્વની વાત છે કે એક દિવસ અગાઉ પણ બંને પક્ષો સામસામે આવી જતા વિવાદ વધ્યો હતો.
23 જૂન 2024ના રોજ ગોમતીપુરમાં ડબલ હત્યાનો બનાવ
અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટનાથી પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી લોકમાં ભય ફેલાયો છે. ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે કોઇ કારણોસર અને અંગત અદાવતમાં બે શખ્સોએ ત્રણ લોકોની હત્યા કરી નાંખી છે. તલવારના ઘા મારીને મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણની હત્યા કરાઇ છે. આ કેસમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સમીર અને કમિલની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
23 જૂન 2024ના રોજ નિકોલમાં થઈ હત્યા
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. નિકોલ વિસ્તારમાં આડા સંબંધમાં નડતર રૂપ યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. સમગ્ર હત્યા કેસમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોએ ભેગા મળીને હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી, હત્યા અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.