• ઓરેવા ગ્રુપ દ્વારા પીડિતના વકીલને ધમકાવતા હોવાનો ઉલ્લેખ
  • બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
  • CBI તપાસની પીડિત પરિવારની માંગ છે

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ઓરેવા ગ્રુપના માલિક સહિત જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. જેમાં મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે HCમાં સુનાવણી થઇ છે. SITએ ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં ઓરેવા ગ્રુપના માલિક સહિત જવાબદાર હોવાનુ પુરવાર થયુ છે.

ઓરેવા ગ્રુપ દ્વારા પીડિતના વકીલને ધમકાવતા હોવાનો ઉલ્લેખ

ઓરેવા ગ્રુપ દ્વારા પીડિતના વકીલને ધમકાવતા હોવાનો ઉલ્લેખ છે. તેમજ સરકારના ખર્ચે વકીલ ઉત્કર્ષ દવેને સિક્યુરિટી આપવા રજૂઆત કરાઇ છે. પીડિતોને જયસુખ પટેલ દ્વારા ધમકી અપાતી હોવાનો ખુલાસો થયો છે. પીડિત પરિવારની 302ની કલમનો ઉમેરો કરવા માંગ કરવામાં આવી છે. CBI તપાસની પીડિત પરિવારની માંગ છે. તેમજ તપાસ અન્ય એજન્સીને સોંપવા એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હજુ અન્ય તપાસ બાકી હોવાની રજૂઆત પણ કરાઇ છે.

બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ

પીડિતોના પરિવાર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત છે. તેમાં બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. ઓરેવા ગ્રુપની બેદરકારી મુદ્દે HC ચુકાદો આપી શકે છે. જેમાં ગત મુદતે નપા, ઓરેવા ગ્રુપ સામે HCએ નારાજગી વ્યક્ત કરી હતી. મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.

  • Follow us on: