બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.પાલનપુરની ડિફેન્સ એકેડમીના સંચાલક પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. પ્રવીણ કાંગસીયા નામનો ડિફેન્સ એકેડમીનો સંચાલક દુષ્કર્મ આચરી ભૂગર્ભમાં ઉતરી જતા પાલનપુર પૂર્વ પોલીસે પીડિત યુવતીની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બ્લેકમેલિંગ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે ડિફેન્સ એકેડેમી ચલાવતા સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયાએ પોતાની ડિફેન્સ એકેડમીમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે આવતી એક યુવતીને જ પોતાની હવસનો શિકાર બનાવી છે. પ્રવીણ કાંગસિયાએ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તે બાદ તેની સાથે ગંદી હરકતો કરી તેના વીડિયો બનાવી લીધા અને આ યુવતીને તેના વીડિયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી બ્લેકમેલિંગ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અગાઉ યુવતીની છેડતીનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો
પીડીત યુવતીએ હિંમત કરી ઘટનાની જાણ પોતાના પરિવારને કરી દેતા પીડિત યુવતીના પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી આ ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવીણ કાંગસિયા સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રવીણ કાંગસિયા અત્યારે ભૂગર્ભમાં ઊતરી ગયો છે.આ પ્રવીણ કાંગસિયા પાલનપુરમાં ડિફેન્સ એકેડેમી તો ચલાવે છે પરંતુ તેની સાથે સાથે તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.અગાઉ પ્રવીણ કાંગસિયા સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં જ યુવતીની છેડતીનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.
યુવતીએ ફરિયાદ કરતા ગુનાહિત કૃત્યોનો ભાંડો ફૂટ્યો
હવે વધુ એક પીડિત યુવતીએ આ હવસખોર પ્રવીણ કાંગસિયા સામે ફરિયાદ નોંધાવતા તેના ગુનાહિત કૃત્યોનો ભાંડો ફૂટી ગયો છે. અત્યારે તો પોલીસ પકડથી ડરીને આ પ્રવીણ કાંગસિયા ભૂગર્ભમાં ઊતરી ગયો છે. પરંતુ પોલીસે પ્રવીણ કાંગસિયાને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.બીજી તરફ પીડિત યુવતીનો પરિવારે આવા ગુનાહિત અને યુવતીઓ સાથે દૂર વ્યવહાર કરતા ડિફેન્સ એકેડેમીના સંચાલકને દબોચી પોલીસ તેને જેલના સળિયા પાછળ ધકેલે તેવી માંગ કરી છે.હવે જોવું રહેશે કે પોલીસ આવા દુષ્કર્મી ડિફેન્સ એકેડમીના સંચાલકને ક્યારે દબોચે છે અને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.