ગુજરાતમાં છાશવારે દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળે છે. બનાસકાંઠાના પાલનપુરમાં જગાણા નજીક એક હોટેલમાં બેસીને દારુ પીવાની ના પાડતાં લુખ્ખા તત્વોએ હોટેલના પાર્લરમાં તોડફોડ કરીને 17 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં હોટેલના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓએ 17 હજારની લૂંટ ચલાવી













