બનાસકાંઠાના પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા જેમાં એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,બેંકના લોકરમાંથી 75 લાખનું સોનું મળી આવ્યું છે અને સોનાના બિસ્કીટ અને લગડીઓ મળી આવી છે,એસીબીની તપાસમાં 10 સોનાના બિસ્કિટ અને 7 સોનાની લગડીઓ મળી આવી છે,નાયબ કલેકટર હાલ જેલમાં બંધ છે.


સોનાની લગડીઓ મળી આવી

પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી કચેરીના લાંચિયા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેન્ક લોકર માંથી 74,89,839 રૂપિયાની કિંમતના સોનાના બિસ્કિટ અને લગડી મળી આવ્યા છે.લાંચિયા અધિકારી અંકિતા ઓઝાના BOB બેન્ક ખાતે આવેલ લોકરની પાલનપુર ACBએ ઝડતી લેતા 10 સોનાના બિસ્કિટ અને 7 સોનાની લગડીઓ મળી આવી છે જેમાં 25 ફેબ્રુઆરીના રોજ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા.સ્ટેમ્પ ડ્યુટી કચેરીના નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન નાગોરી 3 લાખની લાંચ લેતા ઝડપાતા હાલ પાલનપુરની સબજેલમાં કેદ.

બે મકાનના 3 લાખ રૂપિયાની લાંચ નક્કી થઈ હતી

સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ સ્ટેમ્પ ડ્યૂટી ભર્યા વિનાના બાંધકામોનું સ્થળ નિરિક્ષણ કરીને પ્લોટધારકોને નોટિસ ફટકારી હતી. નોટિસ મળતા પ્લોટધારકો વતી ગુજરાત એસીબીના ફરિયાદીએ સ્ટેમ્પ ડ્યૂટી ઓછી કરવા સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઈન્ચાર્જ કચેરી નિરિક્ષક ઈમરાનખાન નાગોરીએ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપી ચલણની કાર્યવાહી ઝડપી કરી આપવા શરૂઆતમાં 4.50 લાખની માગણી કરી હતી. રકઝકના અંતે એક મકાનના 1.50 લાખ પેટે એમ બે મકાનના 3 લાખ રૂપિયાની લાંચ નક્કી થઈ હતી.

  • Follow us on: