ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી યોજાશે. પંચમહાલ જિલ્લામાં બે બેઠકો પર નગરપાલિકાની અને ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. સ્થાનિક નેતાઓ મેદાનમાં આવી ગયા છે.


પંચમહાલમાં ચૂંટણી

ગુજરાતમાં 66 નગરપાલિકાની અને 1 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની કાલોલ અને હાલોલ નગરપાલિકાની પણ ચૂંટણી યોજવાની છે. ગોધરામાં ખાલી બેઠક પર નગરપાલિકા ચૂંટણી યોજાશે. જ્યારે મોરવા (હડફ) અને શહેરામાં ખાલી પડેલ તાલુકા પંચાયતની બેઠક પર પેટા ચૂંટણી થશે. કાલોલ નગરપાલિકા 7 વોર્ડમાં વહેંચાયેલી છે જેમાં અંદાજિત 24000 જેટલા મતદારો પોતાના ઉમેદવારોના ભાવિ આગામી સામાન્ય ચૂંટણી માં નક્કી કરશે.આગામી 16 ફેબ્રુઆરી ના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો પ્રચાર જોર પકડી રહ્યો છે અને ભાવિ કાઉન્સિલરો તૈયારીઓમાં લાગી ગયા છે.

પ્રાથમિક સુવિધાઓ મુદ્દે નારાજગીના સૂર

કાલોલ નગરમાં મુખ્યત્વે પ્રાથમિક સુવિધાઓ ના પ્રશ્નોને લઈને મતદારોમાં થોડી નારાજગી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી અહીં વહીવટદાર નિમાયેલા હોય વિકાસના મૂળભૂત જે કાર્યો થયા છે તે નથી થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા તો બીજી તરફ તળાવ બ્યુટીફીકેશન અને પેવર બ્લોક તેમજ રોડ રસ્તા અને ગટર ના કામો થયા હોવા ની વાતો પણ મતદારો કરતા નજરે પડી રહ્યા હતા. કાલોલ નગર પાલિકા માં અત્યાર સુધી ભાજપ નો જ દબદબો રહ્યો છે.જો કે છેલ્લી કેટલીક ચૂંટણીઓ માં ભાજપ ના નારાજ થયેલા કાર્યકરો અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારબાદ ઘરવાસપી કરી ભાજપ માં જ ભળી જતા અહીં વર્ષો થી ભાજપ અડીખમ રહી છે.ત્યારે આ વખત ની ચૂંટણી માં મતદારો કેવા નેતા અને પક્ષ ને ચૂંટી ને લાવે તે તો પરિણામો જ બતાવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તારીખોની જાહેરાત થઈ છે. રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકોની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. 27 જાન્યુઆરી 2025 નાં રોજ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ ચૂંટણી યોજાશે. ફોર્મ ભરવા માટે 1 ફેબ્રુઆરી 2025, જ્યારે 18 ફેબ્રુઆરી 2025નાં રોજ મતગણતરી યોજાશે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.

  • Follow us on: