ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. ભાજપે પાલિકા પ્રમુખ અને ઉપ્રપ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ ઉમેદવારોની નામોની જાહેરાતનો દોર શરૂ કર્યો છે. જાણો કયા વિસ્તારમાં કોને રીપીટ કરાયો તો કયાં નવા ઉમેદવારને કમાન સોંપવામાં આવી.


કોને રીપીટ કરાયો તો કયાં નવા ઉમેદવારને સોંપાઈ કમાન

  • મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખને રિપિટ કરતાં ગિરીશ રાજગોરને ફરીથી પ્રમુખની જવાબદારી સોંપી.
  • ગાંધીનગર જીલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી.અનિલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરાયા.
  • સુરત જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતા પ્રમુખ તરીકે ભરત રાઠોડની વરણી કરાઈ. કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી ટર્મ માટે નિર્વિવાદીત ભરત રાઠોડની વરણી કરાઈ. હળપતિ સમાજમાંથી આવતા ભરત રાઠોડ ઉપર સંગઠન અને સ્થાનિક કાર્યકરોએ વિશ્વાસ મૂકી ફેવર કરી હતી.અગાઉ સંદીપ દેસાઈ ચોર્યાસી બેઠક પરથી ધારાસભ્ય બનતાં પ્રમુખ પદે ભરત રાઠોડની વરણી કરાઈ હતી...
  • નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની વરણી કરવામાં આવી.ભુરાલાલ શાહને બીજી ટર્મ માટે રીપીટ કરાયા.ક્લસ્ટર ઇન્ચાર્જ જશવંતસિંહ ભાભોરે જાહેરાત કરી.
  • બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતાં પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ. કિર્તિસિંહ જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી રિપીટ કરાયા. પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા ,ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં કરાઈ વરણી.
  • ભાવનગર શહેર ભાજપ પ્રમુખની નિમણૂંકની જાહેરાત કરવામાં આવી. પ્રમુખ તરીકે કુમાર (કૃણાલ) શાહની નિમણૂંક કરાઈ. કુમાર શાહ ભાવનગરમાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. પ્રમુખ તરીકે વણિક સમાજના આગેવાનની પસંદગી કરવામાં આવી. સી.આર.પાટીલે કૃણાલ શાહના ઘરની મુલાકાત લીધી હતી.
  • જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ. જૂનાગઢને નવા જીલ્લા ભાજપ પ્રમુખ મળ્યા. ચંદુ મકવાણાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા. ચંદુભાઈ મકવાણા જીલ્લા ભાજપ મહામંત્રી હતા. પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નામની જાહેરાત કરી.
  • વડોદર શહેરમાં નવા પ્રમુખને સ્થાન મળ્યું. જીલ્લા ભાજપ પ્રમુખ પદે ડો.જયપ્રકાશ સોનીની નિમણૂંક કરાઈ.  ડોકટર જય પ્રકાશ સોની આરએસએસ ગોત્રના છે. 
  • અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી. જિલ્લા પ્રમુખ પદે શૈલષ દાવડાની વરણી કરવામાં આવી. ચૂંટણી અધિકારી પપ્પુ પાઠકે નામ જાહેર કર્યું. ચાલુ પ્રમુખ હર્ષદ ગિરી ગોસાઈએ શૈલેષ દાવડાના નામને ટેકો જાહેર કર્યો.
  • અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોર નામની જાહેરાત કરવામાં આવી. પ્રદેશ અગ્રણી રજની પટેલ દ્વારા જાહેરાત કરાઈ.  ભીખાજી ઠાકોર હાલ જિલ્લા ભાજપ મહામંત્રી. ભીખાજી ઠાકોરની નિમણૂકને કાર્યકરોએ વધાવી.
  • વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખને રિપીટ કરાયા.  ભાજપ પ્રમુખ તરીકે હેમંત કંસારાની પુનઃ વરણી કરવામાં આવી. સાંસદ અને ક્લસ્ટરની હાજરીમાં જાહેરાત કરવામાં આવી. હેમંત કંસારાને રિપીટ કરાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો.
  • પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ. નવા પ્રમુખ તરીકે રમેશ સિંઘવની વરણી કરાઈ. ચૂંટણી અધિકરી જયસિંહ ચૌહાણ હાજર રહ્યા. નવા જિલ્લા પ્રમુખને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા.
  • ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. સંજય પરમારની વરણી કરવામાં આવી.
  • સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ રિપીટ કરાયા. કનુભાઈ પટેલની પુનઃ જિલ્લા પ્રમુખ પદે વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી.
  • ભરુચ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત. જિલ્લા પ્રમુખ પદે પ્રકાશ મોદીની વરણી કરતાં નવા પ્રમુખને તમામે અભિનંદન પાઠવ્યા.
  • સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રિપીટ કરાયા. સારી કામગીરીના કારણે ભાજપે કર્યા રીપીટ.
  • જામનગર શહેર ભાજપ પ્રમુખનો તાજ મહિલાને સોંપાયો. શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની વરણી કરાઈ. બીનાબેન કોઠારી હાલ વોર્ડ નં. 5 ના મહિલા નગરસેવક છે અને પૂર્વ મેયર છે.
  • દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખને રિપીટ કરાયા. જિલ્લા ભાજપ પ્રમુખ પદે મયુર ગઢવીની પુનઃવરણી કરાઈ.  ચૂંટણી અધિકારીએ નવ નિયુક્ત પ્રમુખની જાહેરાત કરી. મયુર ગઢવી રિપીટ થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ.

આણંદના બોરસદ APMCમાં ભાજપનો ભગવો લહેરાયો. પ્રથમ વખત ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે સત્તા સંભાળી. APMCના ચેરમેન પદે અશોક માહિડાની બિનહરીફ વરણી.વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલની બિન હરીફ વરણી. ચેરમેન ,વાઇસ ચેરમેન આજથી જ ચાર્જ સંભાળશે. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. અત્યાર સુધી કોંગ્રેસનો APMCમાં દબદબો હતો. ચેરમેન,વાઇસ ચેરમેનને ભાજપના હોદેદારો કાર્યકરોએ અભિનંદન આપ્યા.

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખના તરીકે નવા ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું.નવા જીલ્લા પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂંક કરાઈ. અતુલ કાનાણી અગાઉ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે. આજે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના ભરત બોધરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અતુલ કાનાણીની વરણી કરવામાં આવી હતી. ભાજપ પ્રમુખના નિયુક્તિ સમયે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અતુલ કાનાણીએ શુભ ચોઘડિયાં મા પદભાર ગ્રહણ કર્યો હતો. અને જીલ્લા ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનો ને સાથે રાખીને ચાલવાનો વિશ્વાસ આપ્યો હતો.અને જે કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ થયા છે તે નેતાઓને સાથે રાખીને સંકલન કરીને અમરેલી જિલ્લાનો વિકાસ કરવામાં આવશે.

મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં રાજ્યની 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. અને તેના સામે આવેલ પરિણામોમાં જોવા મળ્યું કે ફરી એક વખત ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો.

  • Follow us on: