પંચમહાલ જિલ્લા ના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા રસ્તા પર વર્ષોથી દબાણ કરી બેઠેલા 100થી દબાણકારોને નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો છે. મહત્વની વાત એ છે કે આ દબાણ કર્તાઓમાં સૌથી મોટું દબાણ ગામના સરપંચનું જ હતું. અને નોટિસ પાઠવતા પહેલા પોતે વર્ષોથી કરેલું દબાણ થોડું બતાવવા પુરતું તોડી પાડ્યું છે. જેને લઇ ગામમાં વિવાદ જોવા મળી રહ્યો છે.


ગામના જ સરપંચે કર્યું ગેરકાયદે બાંધકામ

ઘોઘમ્બા તાલુકાનું રીછવાણી ગામ વસ્તી અને વિસ્તાર ની દ્રષ્ટિએ ગ્રામ્ય કક્ષાનું મોટું વ્યાપારી મથક છે. અહીંથી પસાર થતા દેવગઢબારીયા -હાલોલ સ્ટેટ હાઈ વેના કારણે અહીં રસ્તાની બંને બાજુ વર્ષોથી કાચા પાકા બાંધકામો દુકાનો અને ગલ્લા સ્વરૂપે જોવા મળે છે. મોટાભાગના ગલ્લા અને દુકાનો પંચાયતની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવેલ હતા. જેમાં સૌથી મોટું દબાણ નાના કોમ્પલેક્ષ જેવું પાકું બાંધકામ ગામના સરપંચનું જ હતું. જેમાં કેટલીક દુકાનો બનેલી હતી જેનું વર્ષો થી સરપંચ ભાડું ઉઘરાણી કરતા હોવા ના આક્ષેપો પણ થયા છે.અરજદાર દ્વારા ગ્રામ પંચાયત સહિત તાલુકા અને જિલ્લા કક્ષા એ રજૂઆતો કરતા અંદાજીત 20 વર્ષો બાદ તંત્ર એક્શન માં આવ્યું છે.

સરપંચના વાંકે દુકાનદારોને પસ્તાળ

જો કે વર્ષો બાદ હવે રજુઆત થતા હરકતમાં આવેલ તાલુકા વહીવટી તંત્રના વડા એવા તાલુકા વિકાસ અધિકારીએ રીંછવાણી ગ્રામ પંચાયતને દબાણો અંગે કાર્યવાહી કરવા નોટિસ પાઠવતા ગ્રામ પંચાયત દ્વારા 110 થી વધુ દબાણકર્તાઓ ને નોટિસ પાઠવી દિવસ 3 માં પોતાના બાંધકામ અંગેના પુરાવા રજૂ કરવા ચીમકી આપી છે. બાધંકામના પુરાવા નહિ આપવામાં આવે તો 7 દિવસની અંદર આ તમામ દબાણો સ્વયં હટાવી લેવા નોટિસ ફટકારવામાં આવી છે.  જેથી વર્ષોથી પેટિયું રડતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.

અહીં સૌથી મહત્વ ની વાત છે કે ગામના સરપંચ જશવંતસિંહ પટેલિયા છેલ્લા 20 વર્ષ ઉપરાંત થી પાકું બાંધકામ કરી દુકાનો નું મસમોટું ભાડું ઉઘરાવી રહ્યા હતા.ત્યારે પોતે સરપંચ હોવા છતાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવા નું તેમને હમણાં જ ખબર પડી હોવા નું જણાવી પોતાના પિતા અને ભાઈઓ એ આ દબાણ કર્યું હોવા ની કેફિયત રજૂ કરી રહ્યા છે.અને નોટિસ મળે તે પહેલાં જ પોતાના વિવાદિત દબાણ નો કેટલોક ભાગ દેખાડા ખાતર તોડી પાડ્યો હોવા ના ગ્રામજનો અને રજુઆત કર્તાઓ આક્ષેપો કરી રહ્યા છે.જેને સરપંચ દ્વારા નકારવા માં આવ્યા હતા.

હાલ આ સમગ્ર મામલો ભારે ગરમાયો છે.કારણ કે આ સમગ્ર મામલે રાજકીય હુંસાતુંસી માં વિવાદ થયો હોવા નું ચર્ચાઇ રહયું છે.જોકે હવે સમય જ બતાવસે કે રાજ્ય માં જેમ તમામ જગ્યા એ દબાણો પર બુલડોઝર ફરી રહ્યા છે તેમ નાનકડા રીંછવાણી ગામ માં પણ બુલડોઝર ફરસે કે નહીં અને ગેરકાયદેસર દબાણ કરનાર અને ભાડું ઉઘરાવનાર સરપંચ સામે પણ કાર્યવાહી થશે કે નહીં?

  • Follow us on: