• રાજકોટના પતંગ બજારમાં એસપી અને સ્ટાફનુ ચેકિંગ
  • ચાઇનીઝ દોરી ન વેંચવા વેપારીઓને તાકીદ
  • ઉતરાયણ સુધી સતત પોલીસ દૈનિક તપાસ કરશે

ચાઈનીઝ દોરીની શોધમાં

ઉત્તરાયણનો તહેવાર સામે છે, ત્યારે ચાઈનીઝ દોરીએ સમગ્ર રાજ્યમાં કાળો કહેર વરતાવ્યો છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણ આવતાં જ લોકો પતંગ-દોરીની ખરીદી કરતાં હોય છે. પતંગ રસિયાઓ ઉત્તરાયણને લઈને પતંગ બજારમાંથી ચાઈનીઝ દોરીની ખરીદી કરે છે. ચાઈનીઝ દોરીના અકસ્માતના બનાવો બનતા રહે છે. ચાઈનીઝ દોરીથી જીવલેણ જોખમ રહેલું છે. તે જોતાં હવે ઉત્તરાયણ આવતાં જ પતંગ રસિયાઓ ચાઈનીઝ દોરીની શોધમાં બજારમાં ફરતા રહે છે અને અંદરખાને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ પણ આવા પતંગ રસિયાઓને શોધે છે.

પોલીસનું સઘન ચેકીંગ

મળતી માહિતી મુજબ, ઉત્તરાયણને હવે 11 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે રાજકોટમાં ચાઇનીઝ દોરીના વેચાણને લઈને રાજકોટ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું છે. સદરમાં આવેલી પતંગ બજારમાં રાજકોટ પોલીસે ચાઈનીઝ દોરીનું ચેકીંગ કર્યું હતું. ચાઇનીઝ દોરી ન વેચવા વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી. પતંગ બજારમાં એસીપી અને સ્ટાફ દ્વારા ચેકીંગ કરાયું. ઉત્તરાયણ સુધી સતત પોલીસ દૈનિક તપાસ કરશે.

દોરીથી જીવ ગુમાવવાના અસંખ્ય કેસ

ઉત્તરાયણના દિવસોમાં ચાઈનીઝ દોરીથી પક્ષીઓ અને માનવોને પણ જીવ ગુમાવવાના અસંખ્ય કેસો બને છે. ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવલે છે. તે સાથે ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ઉત્તરાયણમાં 108 દ્વારા જે આંકડા જાહેર થાય છે તેમાં દોરીથી કપાવાથી વ્યક્તિને જાનહાનિ થવાના મહત્તમ કેસ નોંધાય છે. ચાઈનીઝ દોરીથી ઉત્તરાયણ પહેલાં અને ઉત્તરાયણ પછી અનેક લોકો ઘાયલ થાય છે અને કેટલાક લોકોના જીવ પણ લેવાય છે. 


  • Follow us on: